Aavi Nav Navratri Re Lyrics in Gujarati | આવી નવ નવરાત્રી રે Lyrics ગુજરાતીમાં
હે આવી નવ નવરાત્રી રે, તડાકા લ્યો;
એમાં ગરબે ઘૂમે નરનારી રે, તડાકા લ્યો;
મારી અંબા ભવાની ન્યારી રે, તડાકા લ્યો;
એની સિંહ ઉપર અસવારી રે, તડાકા લ્યો;
એની મૂર્તિની શોભા ન્યારી રે, તડાકા લ્યો;
એ તો છોકરાને લાગે વાલી રે, તડાકા લ્યો;
હે આવી નવ નવરાત્રી રે, તડાકા લ્યો;
હે ચાંચર ચોકે માડી બિરાજે જોઈ મન હરખાય, જોઈ મન હરખાય;
ઓલી ભાદરવીનો મેળો ભરાતો મહેરામણ છલકાય; મહેરામણ છલકાય;
માં દીનની છે દયાળી રે, તડાકા લ્યો;
એ ના છોકરાને લાગે વાલી રે, તડાકા લ્યો;
હે આવી નવ નવરાત્રી રે, તડાકા લ્યો;
એમાં ગરબે ઘૂમે નરનારી રે, તડાકા લ્યો;
મારી અંબા ભવાની ન્યારી રે, તડાકા લ્યો;
એની સિંહ ઉપર અસવારી રે, તડાકા લ્યો;
આ પણ જૂઓ: