Vishwambhari Stuti Lyrics in Gujarati | વિશ્વંભરી સ્તુતિ Lyrics ગુજરાતીમાં

Bhargav
0
Vishwambhari Stuti Lyrics in Gujarati

વિશ્વંભરી સ્તુતિ એ માં અંબાની આરાધના માટેનું એક પારંપારિક ગુજરાતી સ્તોત્ર છે. આ સ્તુતિમાં માં અંબાની મહિમા, શક્તિ અને કરુણાનું વર્ણન છે, અને તે ભક્તોને માતાજીની કૃપા પ્રાપ્ત કરવાનો માર્ગ બતાવે છે.

સ્તુતિના શબ્દો માં અંબાને વિશ્વની જનેતા તરીકે સંબોધે છે અને તેમની પાસે દુર્બુદ્ધિને દૂર કરીને સદ્બુદ્ધિ આપવાની પ્રાર્થના કરે છે. આ સ્તુતિ નવરાત્રી અને અન્ય ધાર્મિક પ્રસંગો પર ગાઈ અને સાંભળાઈ છે, અને તે ગુજરાતી સંસ્કૃતિનો એક મહત્વપૂર્ણ ભાગ છે. 

વિશ્વંભરી સ્તુતિનું પઠન કરવાથી ભક્તોને માતાજીની કૃપા અને આશીર્વાદ પ્રાપ્ત થાય છે, અને તેમના જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિનો પ્રવાહ થાય છે. આ સ્તુતિ માં અંબાની અનંત કૃપાનું સ્મરણ કરાવે છે અને ભક્તોને આધ્યાત્મિક ઉન્નતિ તરફ લઈ જાય છે.

Vishwambhari Stuti Lyrics in Gujarati | વિશ્વંભરી સ્તુતિ Lyrics ગુજરાતીમાં


વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા,
વિદ્યાધારી વદનમાં વસજો વિધાતા,
દુરબુદ્ધિને દુર કરી સદબુદ્ધિ આપો,
મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૧

ભૂલો પડી ભવરણે ભટકું ભવાની,
સૂઝે નહીં લગીર કોઇ દિશા જવાની,
ભાસે ભયંકર વળી મનમાં ઉતાપો,
મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૨

આ રંકને ઉગરવા નથી કોઇ આરો,
જન્માંધ છું જનની હું ગ્રહું બાંહ તારો,
ના શું સુણો ભગવતી શિશુના વિલાપો,
મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૩

મા કર્મ જન્મ કથની કરતાં વિચારું
આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઇ મારું,
કોને કહું કઠણ યોગ તણો બળાપો,
મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૪

હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો,
આડંબરે અતિ ઘણો મદથી બકેલો,
દોષો થકી દુષિતના કરી માફ આપો,
મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૫

ના શાસ્ત્રના શ્રવણનું પયપાન પીધું,
ના મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઇ કીધું,
શ્રધ્ધા થકી નથી કર્યા તવ નામ જાપો,
મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૬

રે રે ભવાની બહુ ભુલ થઇ છે મારી,
આ જિંદગી થઇ મને અતિસે અકારી,
દોષો પ્રજાળી સઘળા તવ નામ છાપો,
મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૭

ખાલી ન કોઇ સ્થળ છે વિણ આપ ધારો,
બ્રહ્માંડમાં અણુ અણુ મહીં વાસ તારો,
શક્તિ ન માપ ગણવા અગણિત માપો,
મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૮

પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો,
ખોટો ખરો ભગવતી પણ હું છું તમારો,
જાડયાંધકાર દૂર કરી સદ્ બુદ્ધિ આપો,
મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૯

શીખે સુણે રસીક છંદ જ એકચિત્તે,
તેના થકી ત્રિવિધ તાપ ટળે ખચિતે,
વાઘે વિશેષ વળી અંબા તણા પ્રતાપો,
મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૧૦

શ્રી સદ્ગુરૂ શરણમાં રહીને ભજુ છું,
રાત્રી દિને ભગવતી તુજને જપું છું,
સદ્ ભક્ત સેવક તણા પરિતાપ કાપો,
મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૧૧

અંતર વિષે અધિક ઉર્મિ થતાં ભવાની,
ગાઉં સ્તુતિ તવ બળે નમીને મૃડાણી,
સંસારનાં સકળ રોગ સમુળ કાપો,
મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૧૨

તારા સિવાય જગમાં નથી કોઇ મારું,
સાચા સગા ભગવતી મે બહુ વિચાર્યું,
ભુલ કદાચ ભવ પાસ તણા પ્રસંગે,
માગું ક્ષમા ભગવતી આ પ્રસંગે ... ૧૩



આ પણ જૂઓ:
Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)