Shiv Tandav Stotram Lyrics in Gujarati with Meaning | શિવ તાંડવ સ્તોત્ર Lyrics ગુજરાતીમાં અર્થ સાથે
જટાટવી-ગલજ્જલ-પ્રવાહ-પાવિત-સ્થલે
ગલેવ-લંબ્ય -લંબિતાં -ભુજંગ-તુંગ-માલિકામ ।
ડમડ્ડમડ્ડમડ્ડમ-ન્નિનાદવ-ડ્ડમર્વયં
ચકાર- ચંડતાંડવં -તનોતુ- નઃ શિવઃ શિવમ ।। 1 ।।
અર્થ: જે શિવજીની ઘટ્ટ જટા-રૂપ-વનથી પ્રવાહિત થઇ ગંગાની ધારા તેમના કંઠને પ્રક્ષાલિત કરે છે, જેમના ગળામાં મોટા અને લાંબા સર્પોની માળાઓ લટકી રહી છે,તથા જે ડમડમ ડમરું વગાડીને પ્રચંડ તાંડવ કરે છે-તે શિવજી અમારું કલ્યાણ કરે.
જટા-કટા-હસં-ભ્રમભ્રમન્નિ-લિંમ્પ-નિર્ઝરી-
-વિલોલવી-ચિવલ્લરી-વિરાજમાન-મૂર્ધનિ ।
ધગદ્ધગદ્ધગ-જ્જ્વલ-લ્લલાટ-પટ્ટ-પાવકે
કિશોરચંદ્રશેખરે રતિઃ પ્રતિક્ષણં મમ ।। 2 ।।
અર્થ: જે શિવજીની જટાઓમાં અતિવેગથી વિલાસપૂર્વક ભ્રમણ કરતી રહેતી દેવી ગંગાની લહેરો તેમના માથા પર લહેરાઈ રહી છે,(તેમ છતાં) જેમના લલાટ પર અગ્નિની પ્રચંડ જ્વાળાઓ પણ ધધક-ધધક થઈને પ્રજ્વલિત થઇ રહી છે,તેવા બાલ-ચંદ્રમા (બીજના ચંદ્રમા) થી વિભૂષિત શિવજીમાં મારો અનુરાગ (પ્રેમ) પ્રતિક્ષણ વધતો રહે.
ધરા-ધરેંદ્ર-નંદિનીવિલાસ-બંધુ-બંધુર
સ્ફુર-દ્દિગંત-સંતતિપ્રમોદ-માન-માનસે ।
કૃપા-કટાક્ષ-ધોરણી-નિરુદ્ધ-દુર્ધરાપદિ
ક્વચિ-દ્દિગંબરે -મનો-વિનોદમેતુ વસ્તુનિ ।। 3 ।।
અર્થ: જે પાર્વતીજી (પર્વત-સુતા)ના વિલાસમય,રમણીય કટાક્ષમાં પરમ આનંદિત રહે છે,જેમના મસ્તકમાં સંપૂર્ણ સૃષ્ટિ તથા સર્વ પ્રાણીગણ વાસ કરે છે,તથા જેમની કૃપા-દૃષ્ટિ માત્રથી સમસ્ત વિપત્તિઓ દુર થઇ જાય છે,એવા (આકાશ-રૂપી વસ્ત્ર ધારણ કરનાર) દિગંબર શિવજીની આરાધનાથી મારું ચિત્ત સર્વદા આનંદિત રહે.
જટા-ભુજંગ-પિન્ગલ-સ્ફુરત્ફણા-મણિપ્રભા
કદંબ-કુંકુમ-દ્રવપ્રલિપ્ત-દિગ્વ-ધૂમુખે ।
મદાંધ-સિંધુર-સ્ફુરત્ત્વ-ગુત્તરી-યમે-દુરે
મનો વિનોદમદ્ભુતં- બિભર્તુ -ભૂતભર્તરિ ।। 4 ।।
અર્થ: હું તે શિવજીની ભક્તિમાં આનંદિત રહું,કે જે સર્વ પ્રાણીઓના આધાર અને રક્ષક છે.જેમની જટાઓમાં લપટાયેલા સર્પોની ફેણો પર રહેલા મણિઓનો પ્રકાશ કે જે પીળા રંગની પ્રભાના સમૂહ-રૂપ-કેસર જેવી કાંતિવાળો છે, (જે પ્રકાશ) દિશાઓને પ્રકાશિત કરે છે અને જે (જટાઓ) ગજ-ચર્મથી વિભૂષિત છે.
સહસ્રલોચનપ્રભૃત્ય-શેષ-લેખ-શેખર
પ્રસૂન-ધૂલિ-ધોરણી-વિધૂ-સરાંઘ્રિ-પીઠભૂઃ ।
ભુજંગરાજ-માલયા- નિબદ્ધ-જાટજૂટક
શ્રિયૈ- ચિરાય -જાયતાં- ચકોર-બંધુ-શેખરઃ ।। 5 ।।
અર્થ: જે શિવજીના ચરણ,ઇન્દ્ર-વિષ્ણુ આદિ દેવતાઓના મસ્તક પરના ફૂલોથી રંજીત છે (એટલે કે જેમને દેવતાગણ પોતાના મસ્તક પરના ફૂલ અર્પણ કરે છે),જેમની જટાપર લાલ સર્પ વિરાજમાન છે, તે ચંદ્રશેખર અમને ચિરકાળ સુધી સંપદા આપે.
લલાટ-ચત્વર-જ્વલદ્ધનંજય-સ્ફુલીંગભા
નિપીત-પંચ-સાયકં- નમન્નિ-લીંપ-નાયકમ ।
સુધા-મયૂખ-લેખયા- વિરાજમાન-શેખરં
મહાકપાલિ-સંપદે-શિરો-જટાલ-મસ્તુનઃ ।। 6 ।।
અર્થ: જે શિવજીએ,ઇન્દ્ર-આદિ દેવતાઓના ગર્વનું દહન કરનારા કામદેવને પોતાના વિશાળ મસ્તકની અગ્નિજ્વાલાથી ભસ્મ કરી નાખ્યો હતો,અને જે સર્વ દેવો દ્વારા પૂજ્ય છે,તથા ચંદ્રને ગંગા દ્વારા સુશોભિત છે,તે (શિવજી) મને સિદ્ધિ પ્રદાન કરો.
કરાલ-ભાલ-પટ્ટિકા-ધગદ્ધગદ્ધગ-જ્જ્વલ
દ્ધનંજ-યાહુતિકૃત-પ્રચંડપંચ-સાયકે ।
ધરા-ધરેંદ્ર-નંદિની-કુચાગ્રચિત્ર-પત્રક
પ્રકલ્પ-નૈકશિલ્પિનિ -ત્રિલોચને- રતિર્મમ ।। 7 ।।
અર્થ: જેમના મસ્તક પરની ધકધક કરતી જ્વાળાએ કામદેવને ભસ્મ કરી નાખ્યો અને જે શિવજી,પાર્વતીના સ્તનના અગ્રભાગ પર ચિત્રકારી કરવામાં અતિચતુર છે,તે શિવજીમાં મારી પ્રીતિ અટલ રહે.
(અહી પાર્વતી પ્રકૃતિ છે અને ચિત્રકારી એ સૃષ્ટિનું સર્જન છે)
નવીન-મેઘ-મંડલી -નિરુદ્ધ-દુર્ધર-સ્ફુરત
કુહૂ-નિશી-થિની-તમઃ- પ્રબંધ-બદ્ધ-કંધરઃ ।
નિલીંપ-નિર્ઝરી-ધરસ્ત-નોતુકૃત્તિ-સિંધુરઃ
કળા-નિધાન-બંધુરઃ -શ્રિયં- જગદ્ધુરંધરઃ ।। 8 ।।
અર્થ: જેમનો કંઠ,નવીન મેઘોની ઘટાઓથી પરિપૂર્ણ સમાન ને અમાવાસ્યાની રાત્રિ સમાન કાળો છે,જે ગજ-ચર્મ,ગંગા અને બાલ-ચંદ્ર દ્વારા શોભાયમાન છે તથા જે જગતનો બોજ ધારણ કરવાવાળા છે,તે શિવાજી,અમને સર્વ પ્રકારની સંપન્નતા પ્રદાન કરે.
પ્રફુલ્લ-નીલપંકજ-પ્રપંચ-કાલિમપ્રભા-
-વિલંબિ-કંઠ-કંદલી-રુચિપ્રબદ્ધ-કંધરમ ।
સ્મરચ્છિદં- પુરચ્છિદં -ભવચ્છિદં -મખચ્છિદં
ગજચ્છિદાંધકચ્છિદં- તમંતક-ચ્છિદં ભજે ।। 9 ।।
અર્થ: જેમનો કંઠ અને ખભો,પૂર્ણ રીતે ખીલેલા નીલકમળની શ્યામ પ્રભાથી વિભૂષિત છે,જે કામદેવ અને ત્રિપુરાસુરના વિનાશક છે,સંસારના દુઃખોને કાપનાર છે,દક્ષયજ્ઞ વિનાશક છે,ગજાસુર ને અંધકાસુરના સંહારક છે,તથા જે મૃત્યુને વશ કરવાવાળા છે-તે શિવજીને હું ભજું છું.
અગર્વસર્વ-મંગલાકળા-કદંબમંજરી
રસ-પ્રવાહ-માધુરી -વિજૃંભણા-મધુવ્રતમ ।
સ્મરાંતકં- પુરાંતકં- ભવાંતકં- મખાંતકં
ગજાંત-કાંધ-કાંતકં- તમંતકાંતકં ભજે ।। 10 ।।
અર્થ: જે કલ્યાણમય,અવિનાશી,સર્વ કળાઓના રસનો આસ્વાદન કરવાવાળા છે,જે કામદેવને ભસ્મ કરવાવાળા છે,જે ત્રિપુરાસુર,ગજાસુર,અંધકાસુરના સંહારક છે,દક્ષયજ્ઞવિન્ધવસંક તથા યમરાજના માટે પણ યમ-સ્વરૂપ છે,તેવા શિવજીને હું ભજું છું.
જયત્વ-દભ્ર-વિભ્ર-મ-ભ્રમદ્ભુજંગ-મશ્વસ-
-દ્વિનિર્ગમત્ક્રમ-સ્ફુરત્કરાલ-ભાલ-હવ્યવાટ ।
ધિમિદ્ધિમિદ્ધિ-મિધ્વનન્મૃદંગ-તુંગ-મંગલ
ધ્વનિ-ક્રમ-પ્રવર્તિત -પ્રચંડતાંડવઃ શિવઃ ।। 11 ।।
અર્થ: અત્યંત વેગથી ભ્રમણ કરી રહેલા સર્પોના ફૂફકારથી ક્રમશઃ લલાટ પર વધેલી પ્રચંડ અગ્નિના મધ્યમાં મૃદંગની ઉચ્ચ ધીમ-ધીમ ધ્વનિની સાથે તાંડવ-નૃત્યમાં લીન શિવજી સર્વ પ્રકારે સુશોભિત થઇ રહ્યા છે.
દૃષ-દ્વિચિત્ર-તલ્પયોર્ભુજંગ-મૌક્તિ-કસ્રજોર-
-ગરિષ્ઠરત્ન-લોષ્ઠયોઃ સુહૃદ્વિ-પક્ષપક્ષયોઃ ।
તૃષ્ણાર-વિંદચક્ષુષોઃ -પ્રજા-મહી-મહેંદ્રયોઃ
સમ પ્રવૃતિક:-કદા સદાશિવં ભજે ।। 12 ।।
અર્થ: કઠોર પથ્થર કે કોમળ શૈયા,સર્પની માળા કે મોતીઓની માળા,બહુમુલ્ય રત્ન કે કંકર,શત્રુ કે મિત્ર,રાજા કે પ્રજા,તણખલું કે કમળ-એ સર્વ પર (પ્રત્યે) સમાન દૃષ્ટિ રાખવા-વલા શિવજીને હું ભજું છું.
કદા-નિલિંમ્પ-નિર્ઝરીનિકુંજ-કોટરે વસન
વિમુક્ત-દુર્મતિઃ સદા શિરઃસ્થ-મંજલિં વહન ।
વિમુક્ત-લોલ-લોચનો લલાટ-ફાલલગ્નકઃ
શિવેતિ મંત્ર-મુચ્ચરન સદા સુખી ભવામ્યહમ ।। 13 ।।
અર્થ: હું ક્યારે એ ગંગાજીને ધારણ કરનાર,નિષ્કપટ,માથા પર અર્ધચંદ્રને ધારણ કરનાર ચંચળ નેત્રો અને લલાટ વાળા શિવજીનો મંત્રોચ્ચાર કરતાં કરતાં અક્ષય સુખને પ્રાપ્ત થઈશ?
ઇમં હિ નિત્ય-મેવ-મુક્તમુત્તમોત્તમં સ્તવં
પઠન્સ્મરન્બ્રુવન્નરો વિશુદ્ધિ-મેતિ-સંતતમ ।
હરે ગુરૌ સુભક્તિમાશુ યાતિ નાન્યથા ગતિં
વિમોહનં હિ દેહિનાં સુશંકરસ્ય ચિંતનમ ।। 14 ।।
અર્થ: આ ઉત્તમોત્તમ શિવ તાંડવ સ્તોત્રનો નિત્ય પાઠ કરવાથી કે સાંભળવાથી મનુષ્ય પવિત્ર થઈને શિવમાં સ્થાપિત થઇ જાય છે અને સર્વ પ્રકારના ભ્રમોથી મુક્ત થાય છે.
પૂજાવસાનસમયે દશવક્ત્રગીતં યઃ -શંભુપૂજનપરં પઠતિ પ્રદોષે ।
તસ્ય સ્થિરાં રથગજેંદ્રતુરંગયુક્તાં -લક્ષ્મીં સદૈવ સુમુખિં પ્રદદાતિ શંભુઃ ।। 15 ।।
અર્થ: સવારે શિવપૂજન કર્યા પછી અંતમાં આ રાવણ-કૃત શિવ-તાંડવ સ્તોત્રના ગાનથી લક્ષ્મી સ્થિર રહે છે અને ભક્ત,રથ,ઘોડા,હાથી-આદિ સંપદાથી સર્વદા યુક્ત રહે છે.
(રાવણ રચિત શિવ-તાંડવ-સ્તોત્ર સમાપ્ત)
આ પણ જૂઓ: