Shambhu Sharne Padi Lyrics in Gujarati | શંભુ શરણે પડી Lyrics ગુજરાતીમાં

Bhargav
0

 

Shambhu Sharne Padi Lyrics in Gujarati

Shambhu Sharne Padi Lyrics in Gujarati | શંભુ શરણે પડી Lyrics ગુજરાતીમાં


શંભુ ચરણે પડી, માંગુ ઘડી એ ઘડી

શંભુ ચરણે પડી, માંગુ ઘડી એ ઘડી, કષ્ટ કાપો.
દયા કરી શિવ દર્શન આપો...

તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા;
હું તો મંદ મતિ, તારી અકળ ગતિ, કષ્ટ કાપો.
દયા કરી શિવ દર્શન આપો...

આપો ભક્તિમાં ભાવ અનેરો, શિવભક્તિમાં ધર્મ ઘણેરો,
પ્રભુ શંભુને પૂજો, દેવી પાર્વતી પૂજો, કષ્ટ કાપો.
દયા કરી શિવ દર્શન આપો...

અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી;
ભાલે ચંદ્ર ધર્યો, કંઠે વિષ ભર્યું, અમૃત આપો.
દયા કરી શિવ દર્શન આપો...

નેતિવનેતિ જ્યાં વેદ વદે છે, મારું ચિતડું ત્યાં જવા ચાહે છે;
સારા જગમાં છે તું, વસુ તારામાં હું, શક્તિ આપો.
દયા કરી શિવ દર્શન આપો...

હું તો એકલ પંથી પ્રવાસી, છતાં આત્મા કેમ ઉદાસી?
થાક્યો મથી રે મથી, કારણ મળતું નથી, સમજણ આપો.
દયા કરી શિવ દર્શન આપો...

આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવરૂપ દેખું;
મારા મનમાં વસો, આવી હૈયે વસો, શાંતિ સ્થાપો.
દયા કરી શિવ દર્શન આપો...

ભોળા મહાદેવ ભવદુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ફળ આપો;
ટાળો માન – મદ, ગાળો ગર્વ સદા, ભક્તિ આપો.
દયા કરી શિવદર્શન આપો...

અંગે શોભે છે રુદ્રની માળા, કંઠે લટકે છે ભોરિંગ કાળા;
તમે ઉમિયાપતિ, અમને આપો મતિ, કષ્ટ કાપો.
દયા કરી શિવ દર્શન આપો...

શંભુ ચરણે પડી, માંગુ ઘડી એ ઘડી, કષ્ટ કાપો.
દયા કરી શિવ દર્શન આપો..



આ પણ જૂઓ:

Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)