ગુજરાતી ગીત “મહા હેતવાળી” એ માતૃપ્રેમની અદ્ભુત અનુભૂતિને વર્ણવતું એક લોકગીત છે. આ ગીતના શબ્દો કવિ શ્રી દલપતરામના છે, અને આદિત્ય ગઢવીએ તેને સ્વરબદ્ધ કર્યું છે.
ગીતના બોલ “હતો હું સુતો પારણે પુત્ર નાનો રડું છેક તો રાખતું કોણ છાનો, મને દુ:ખી દેખી દુ:ખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જ માઁ તું” એ માતાના અપાર પ્રેમ અને બાળક પ્રત્યેના તેમના સંવેદનાને સ્પર્શે છે.
આ ગીત સાંભળતી કે ગાતી વખતે, દરેક માતાની મમતા અને તેમના બાળકો પ્રત્યેની અનુકંપાની યાદ આવે છે. આ ગીત ગુજરાતી સાહિત્ય અને સંગીતની અમૂલ્ય ધરોહર છે.
Mahahetvali Lyrics in Gujarati | મહા હેતવાળી Lyrics ગુજરાતીમાં
"હતો હું સુતો પારણે પુત્ર નાનો
રડું છેક તો રાખતું કોણ છાનો
મને દુ:ખી દેખી દુ:ખી કોણ થાતું
મહાહેતવાળી દયાળી જ માઁ તું"
-કવિ દલપતરામ
દુહો:
"માઁથી મોટું કોઇ નઇ,
જડધર કે જગદીશ
સઉ કોઇ નમાવે શીશ,
અંબા આગળ આલીયા"
-કવિ આલ
"ભગવત તો ભજીને સઉ ભવસાગર તરીયા
નામ રે જપીને પરમેશ્વર પણ મળીયા
હે તારે ખોળલે ખેલવા હું મુગતી ન માંગુ
તારાથી કરે દૂર એવી ભગતી ન માંગુ"
-આદિત્ય ગઢવી
"સુકામા સુવાડે ભીને પોઢી પોતે
પીડા પામું પંડે તજે સ્વાદ તો તે
મને સુખ માટે કટુ કોણ ખાતું
મહાહેતવાળી દયાળી જ માઁ તું"
-કવિ શ્રી દલપતરામ
કવિ શ્રી દલપતરામ દ્વારા લિખિત સંપૂર્ણ કવિતા:
હતો હું સુતો પારણે પુત્ર નાનો,
રડું છેક તો રાખતું કોણ છાનો ?
મને દુ:ખી દેખી દુ:ખી કોણ થાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.
સૂકામાં સુવાડે ભીને પોઢી પોતે,
પીડા પામું પંડે, તજે સ્વાદ તો તે;
મને સુખ માટે કટુ કોણ ખાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.
દઇ છાતી સાથે બચી કોણ લેતું ?
તજી તાજું ખાજું મને કોણ દેતું ?
મને કોણ મુખે મીઠાં ગીત્ ગાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.
પડું કે ચડું તો ખમા આણી વાણી;
પડે પાંપણે પ્રેમનાં પૂર પાણી;
પછી કોણ પોતા તણું દૂધ પાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.
આ પણ જૂઓ: