Jamo Jamadu Mataji No Thal Lyrics in Gujarati | જમો જમાડું માતાજીનો થાળ Lyrics ગુજરાતીમાં
જમો જમાડું માં ભાવ ના ભોજન,
પીરસ્યો મેં તો થાળ, માવડી વેલેરા આવજો
મેવા મીઠાઈ હું ક્યાં થી મંગાવું (2)
મૂક્યું છે તુલસી નું પાન,
માવડી વેલેરા આવજો ...!!
જમો જમાડું માં ભાવ ના ભોજન,
પીરસ્યો મેં તો થાળ, માવડી વેલેરા આવજો
જળ રે જમુના ના ક્યાં થી મંગાવું (2)
આંખે છે આંસુડાં ની ધાર,
માવડી વેલેરા આવજો .!!
જમો જમાડું માં ભાવ ના ભોજન,
પીરસ્યો મેં તો થાળ, માવડી વેલેરા આવજો
લવિંગ સુપારી ક્યાં થી મંગાવું (2)
મુક્યો છે તુલસી નું પાન,
માવડી વેલેરા આવજો .!!
જમો જમાડું માં ભાવ ના ભોજન,
પીરસ્યો મેં તો થાળ, માવડી વેલેરા આવજો
જેવા તેવા પણ તોયે તમારા,
ગાંડા ઘેલા પણ તોયે તમારા,
હું છું ગરીબ તારો બાળ, માવડી વેલેરા આવજો
જમો જમાડું માં ભાવ ના ભોજન,
પીરસ્યો મેં તો થાળ માવડી વેલેરા આવજો... (2)